થરાદ સમાજના ૧ વર્ષમા થયેલાં મેસેજો

થરાદમાં થયેલ ફરિયાદ (FIR) બાબતે – અખિલ ભારતીય શ્રી સૌધર્મ બૃહદ્ તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘ તેમજ શ્રી થરાદ ત્રિસ્તુતિક જૈન સંઘના સદસ્યોને અપીલ ✅

શ્રી સૌધર્મ બૃહદ તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘના તમામ સદસ્યોને જાણ થાય કે, બે તિથિ પક્ષના પરિવારના સભ્યો તરફથી અખિલ ભારતીય ત્રિસ્તુતિક શ્રી સંઘના અધ્યક્ષ શ્રી વાઘજીભાઈ વોરા તેમજ આપણા શ્રી સંઘના ઘણાંબધાં સુશ્રાવકો ઉપર થરાદમાં પોલીસ કેસ (FIR) કરવામાં આવેલ છે. શ્રી જિનશાસનની વાતને કોર્ટ સુધી લઈ જઈ ત્રિસ્તુતિક શ્રી સંઘના મહાનુભાવોને ખોટી રીતે બદનામ અને પરેશાન કરવાનો તેમજ સામાજિક વાતાવરણને પણ ડહોળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 🙏🏻

આપણી ઉપર પોલીસ કેસ (FIR) કરાયો હોવાથી આપણે પણ બંધારણે આપેલા અધિકાર અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા મજબૂર બન્યા છીએ. તે અંતર્ગત થરાદ ત્રિસ્તુતિક શ્રી સંઘના સંલગ્ન તમામ ગામોના અગ્રણીઓએ સામૂહિક રીતે જણાવ્યા અનુસાર આ કાર્યવાહી ભવિષ્ય માટે યોગ્ય રીતે કરવી આવશ્યક તેમજ જરૂરી છે. ભૂતકાળમાં બનેલ બનાવોની સાથે વિશેષ કરીને 25/12/2023 પછી બનેલ બનાવો અંતર્ગત કાયદાની રુએ જે કાંઈ યોગ્ય પગલાં ભરવા પડે તે ભરવા, તેવું સામૂહિક રીતે શ્રી સંઘમાં નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ત્રિસ્તુતિક શ્રી સંઘના સમસ્ત પરિવારોને આ પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવે છે. શ્રી સંઘના તમામ સદસ્યોએ સંયમમાં રહી શ્રી સંઘની તમામ કાર્યવાહીને યોગ્ય સહયોગ કરવા વિનંતી છે. ✍🏻

અખિલ ભારતીય શ્રી સૌધર્મ બૃહદ્ તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘ
28/10/2024, સોમવાર


રાજનગરે सद्धाए ચાતુર્માસ – 2024 અંતર્ગત
🦚

શ્રી સંઘ દ્વારા માત્ર બે દિવસ (પારણા પાંચમ, છઠ્ઠ) પૂરતો લેવામાં આવેલ અદ્દભુત નિર્ણય માત્ર તપસ્વી પરિવારો માટે વિશેષ જણાવવાનું કે રાજનગર શ્રી સંઘ માં सद्धाए ચાતુર્માસ માં સામૂહિક તપસ્યા ની હેલી સર્જાઈ છે. જેમાં તપસ્વી પરિવાર ના ફર્સ્ટ બ્લડ રિલેશન માં આવતા પરિવારો છે જે મર્યાદાબંધન અંતર્ગત છે. તે પરિવારો ને પારણા માં તથા શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય માં તે 2 દિવસ ના પ્રસંગ પૂરતું આમંત્રણ આપી બોલાવી શકે છે.

🔴…વિશેષ નોંધ…🔴

તમામ તપસ્વી પરિવારને જણાવવાનું કે મર્યાદાબંધન અંતર્ગત ના પરિવારો માં ગામશાહી કે મિત્રવર્તુળ સંબંધ માં આમંત્રણ આપવાનું રહેતું નથી. તે માત્ર ને માત્ર ફર્સ્ટ બ્લડ રિલેશન માં આવતા પરિવારો ને આમંત્રણ આપવું. જેની સકળ શ્રી સંઘે નોંધ લેવી.

::::: આયોજક-નિમંત્રક:::::

શ્રી સૌધર્મ બૃહત્તપોગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘ, અમદાવાદ (થરાદ તીર્થ)


શ્રી સૌઘર્મ બૃહદ તપોગચ્છીય ત્રિસ્તુતીક જૈન સંઘ રાજનગર (થરાદ તીર્થ) ના તમામ સદસ્યોને જાણવા જોગ સંદેશ ✅

મર્યાદાબંઘન અંતર્ગત શ્રી સૌઘર્મ બૃહદ તપોગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘના સભ્યો ગુરૂગચ્છને સમર્પિત રહીને મર્યાદાબંઘનનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યા છે.

આ જ રીતે આપણે સૌએ આપણું મર્યાદાબંધન જાળવવાનું છે અને કોઈપણ મીઠાઈ, પ્રભાવના આદિ આવે તો સવિનય પરત કરવાનો ભાવ રાખવાનો છે. ✍🏻

શ્રી સૌઘર્મ બૃહદ તપોગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘ – રાજનગર (થરાદ તીર્થ)


Upcoming Documentary Film On Big Attack Upon 25th Tirthankar – Shree Sangh 😢

देखो कैसे अशास्त्रीय विचारधारा धरनेवाले कुछ साधुओं द्वारा भोले लोगो को समुदाय के नाम से २५वे तीर्थंकर – श्री संघ पर हमला करने के लिए तैयार किया गया। आपने सपने में भी नहीं सोचा होगा ऐसा भी कुछ होता होगा। सब कुछ ठोस सबूत के साथ हम प्रस्तुत करने जा रहे है। जल्द प्रस्तुत करेंगे आपके सामने।

हजारों बार आक्रमण के बाद, हजारों बार फैलाए गए जूठ के बाद, आखिरकार केवल और केवल सत्य बताने के लिए हम इसे लेकर आ रहे है।

कलयुग का प्रभाव समझ श्री संघ अपने ऊपर हो रहे अन्याय को सहन करता गया पर अब जब इसकी कोई मर्यादा ही नहीं बची है तब अंत में हमे सत्य की प्रस्तुति के लिए विवश होना पड़ा है।

इनके कारण कोई भी जिनशासन की हेलना न करे, इसीलिए हम एसी विचारधारा से दूर रहने का आह्वान कर आपको यह सब सत्य बता रहे है। 🖲️

Plz Comment Like and Share Maximum For Awareness


શ્રી સૌઘર્મ બૃહદત્તપોગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘ – થરાદ તથા થરાદ સંઘના ગામોના સંઘ જોગ શ્રી સંઘ સંદેશ 🎯

જેતડા પ્રતિષ્ઠા અંતર્ગત જે પરીવારો પ્રતિષ્ઠામાં જોડાયેલ હતા. તેમજ મર્યાદાબંધનનું ઉલ્લંઘન કરેલ છે… તે અંતર્ગત જે પરીવારો ગયેલ હતા. તે તમામ પરીવારના સભ્યપદ ફોર્મ શ્રી સંઘ દ્વારા રદ કરવામાં આવેલ છે અને શ્રી સંઘના ભાગ્યશાળીઓ દ્વારા ચુસ્ત રીતે મર્યાદાબંધનનું પાલન થઈ રહ્યું છે. જે પરિવારોના ફોર્મ રદ થયેલ છે તેમની યાદી પણ રજૂ કરવામાં આવશે જેની પરિવારોએ નોંધ લેવી.

પણ, આ પરિસ્થિતિમાં કોઈ દ્વારા કોઈ નાનીમોટી ભૂલ ન થાય અને શ્રી સંઘ દ્વારા તમામ પરિસ્થિતિઓ વિચારીને તેમજ અન્ય તમામ સંઘો આદિને વાત કરીને કોઈ નિર્ણય ના આવે ત્યાં સુઘી તમામ ભાગ્યશાળીઓ ફરજિયાત રીતે (પોતાની ફરજ સમજીને) તેમના વ્યવહારિક પ્રસંગો આદિમાં જવાનો ત્યાગ કરે,  તે શ્રી સંઘની એકતા – અખંડિતતા અને સમર્પણના હિતમાં છે. દાદા ગુરુદેવશ્રીને સમર્પિત ચુસ્ત શ્રાવક પરિવારોએ ફરજીયાત રીતે આ કાર્ય કરવું તેવો સૌને અનુરોધ છે. જેતડા પ્રતિષ્ઠા અંતર્ગત જે કોઈ બહેનો દ્વારા શ્રી સંઘોની અવહેલના કરવામાં આવી છે તે અંતર્ગત પણ શ્રી સંઘ દ્વારા સત્વરે યોગ્ય નિર્ણય લેવાય તેવો પ્રયત્ન સતત પ્રવર્તમાન છે. જેની સકળ શ્રી સંઘ તેમજ તમામ પરિવારો નોંધ લે. ✍🏾

શ્રી સૌઘર્મ બૃહદ તપાગચ્છીય ત્રિસ્તુતીક જૈન સંઘ – થરાદ તીર્થ
12/3/2024, મંગળવાર