Loading...

ધ થરાદ ફાઇલ્સ શું છે?

તા. ૨૪ મી ફેબ્રુ. ૨૦૨૪ના રોજ ૫૦ – ૫૦ જૈન સાધુઓ ઉપર થરાદ જૈન તીર્થમાં થયેલ અત્યાચારની શરમજનક ઘટના ને ઉજાગર કરતી એક ડોક્યુમેન્ટ્રી છે.

તા. ૨૪ મી ફેબ્રુ. ૨૦૨૪ના રોજ થરાદ જૈન તીર્થમાં શું બન્યું હતું?

તા. ૨૪ મી ફેબ્રુ ૨૦૨૪ના રોજ થરાદ જૈન તીર્થમાં થરાદ જૈન તીર્થના અસામાજિક તત્વો દ્વારા ૫૦ – ૫૦ જૈન સાધુઓ ઉપર જૈન શાસન પર કલંક લાગે એવું ઘૃણાસ્પદ કૃત્ય કરવામાં આવ્યું હતું.

  • જે સાધુભગવંતોને સ્થાન આપવા અજૈનો પોતાના ઘર ખાલી કરી દેતા હોય તે સાધુ ભગવંતોને ગામમાંથી કાઢી મુકવાનું કાર્ય આ થરાદના કહેવાતા અસામાજિક તત્વોએ કર્યું!!!
  • જે જૈનોએ સુરક્ષાનું કવચ પૂરું પાડવું જોઈએ એ જ જૈનો તલવાર બનીને શ્રમણોને હેરાન પરેશાન કાર્ય આ થરાદના કહેવાતા અસામાજિક તત્વોએ કર્યું!!
  • વિચારોમાં પણ ન શોભે એવા શબ્દોનો વપરાશ એક પ્રતિષ્ઠિત જૈનાચાર્ય માટે બોલવાનું કાર્ય આ થરાદના કહેવાતા અસામાજિક તત્વોએ કર્યું!!!
  • લાંબા વિહારના અંતે થરાદ પહોંચેલા શ્રમણી ભગવંતોને ગુપ્ત રીતે લોક અપમા રહીને રાત પુરી કરવી પડે એવું કાર્ય આ થરાદના કહેવાતા અસામાજિક તત્વોએ કર્યું!!!
  • રસ્તેથી પસાર થતી ગાડીઓને રોકી તેમાં બેસેલા અજૈનોને ખોટી વાતોથી ભડકાવી આચાર્યશ્રી તેમજ સાધુઓ ઉપર ગાડી ફેરવી દેવા ઉશ્કેરતો વાક્યો નો ઉપયોગ આ થરાદના કહેવાતા અસામાજિક તત્વોએ કર્યું!!!
  • દેરાસરમાં દર્શનાર્થે પધારેલા આચાર્યશ્રી તેમજ સાધુઓને દર્શન ભક્તિ કરતા અટકવાનું કામ આ થરાદના કહેવાતા અસામાજિક તત્વોએ કર્યું!!!
  • એક માત પિતા પોતાના દીકરા મુનિવરને પોતાના ઘરે ય ન પધરાવી શકે એવી પરિસ્થિતિનું સર્જન આ થરાદના કહેવાતા અસામાજિક તત્વોએ કર્યું!!!
  • ૫૦૦થી અધિક વ્યક્તિઓએ ઉપાશ્રયના બંને તરફના દરવાજાને અર્ધી રાત્રે ઘેરવાનું કામ આ થરાદના કહેવાતા અસામાજિક તત્વોએ કર્યું!!!
  • આચાર્યશ્રીની આગળ આવીને છોકરીઓએ રસ્તો રોકવાનું કામ આ થરાદના કહેવાતા અસામાજિક તત્વોએ કર્યું!!!
  • ભક્ત શ્રાવકોના ગાડીના કાચ તોડવાનું કામ થરાદના કહેવાતા અસામાજિક તત્વોએ કર્યું!!!
  • કુમારપાળભાઈના થરાદ ના ઘરની અંદર ભયાનક રીતે ભાંગફોડ કરવાનું કામ આ થરાદના કહેવાતા અસામાજિક તત્વોએ કર્યું!!!
  • વીરનો વેષ ઓઢીને ગામ ગામ નિર્ભય રીતે વિચરનારા શ્રમણસંઘને ભય તળે જીવવા મજબુર બનાવવાનું કામ આ થરાદના કહેવાતા અસામાજિક તત્વોએ કર્યું!!!

આ વેબસાઈટ કેમ બનાવી છે?

કર્મ સત્તા સુધી તો સચ્ચાઈ પહોંચેલીજ છે પણ આ ડિજિટલ જમાનામાં વધુમાં વધુ લોકો(વર્તમાન અને ભવિષ્ય) સુધી આ સચ્ચાઈ એક જગ્યાએથી પહોંચી શકે જેથી ભવિષ્યમાં કોઈ પણ સમુદાય ના કોઈ પણ સાધુ સાધ્વી ભગવંતો સાથે કોઈ આવો વ્યવહાર કરવાનું દુઃસાહસ ના કરે એ હેતુથી આ વેબસાઈટ બનાવી છે.